વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં કારખાનામાં કામ શેડના પતરાના કામ દરમિયાન સિમેન્ટનું પતરું તૂટી જતા નીચે પટકાયેલા ૩૪ વર્ષીય મજૂરનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું હતું.
લાકડધાર ગામની સીમમાં આવેલા બ્રાવેટ ગ્રેનાઇટો કારખાનામાં શૈલેષભાઈ હસમુખભાઈ લકુમ ઉવ.૩૪ રહે. હાલ ટીંબડી પાટીયા પાસે આનંદ હોટલ પાછળ મોરબી મૂળ વાંકાનેર સીટી સ્ટેશન રોડ વાંજાવાસ વાળા ગત તા.૩૧/૦૮ના રોજ કારખાનાના શેડ ઉપર કામ કરી રહ્યા હતા. દરમિયાન સિમેન્ટનું પતરું અકસ્માતે તૂટી જતાં તેઓ નીચે ભોંયતળિયે પટકાયા હતા. માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






