મોરબી શહેરમાં જન્માષ્ટમીના તહેવારની રજાઓ દરમિયાન પણ નાગરિકોને તાત્કાલિક અને જરૂરી તબીબી સારવાર મળી રહે તે માટે આયુષ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોના તબીબો ઉપલબ્ધ રહેશે.
તહેવાર દરમિયાન ઈમરજન્સી સહિતની સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે ન્યુરો સર્જરી વિભાગમાં ડો. પ્રતિક પટેલ, જનરલ મેડિસિન વિભાગમાં ડો. સત્યજીતસિંહ જાડેજા, ઓર્થોપેડિક વિભાગમાં ડો. પૂર્વ પટેલ તથા ડો. યોગેશદાન ગઢવી, ગાયનેકોલોજી વિભાગમાં ડો. મિલન શિંગાળા અને બાળરોગ વિભાગમાં ડો. મયુર ગ્વાલાણીની સેવાઓ ઉપલબ્ધ રહેશે.
તહેવારોની રજાઓમાં પણ તબીબી સેવા સતત ઉપલબ્ધ રહે તે માટે હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં દર્દીઓને સમયસર સારવાર મળી શકે.
વધુ માહિતી માટે:
🏥 આયુષ હોસ્પિટલ, મોરબી
📞 75750 88884
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી






