Wednesday, September 2, 2026
HomeGujaratજન્માષ્ટમીને લઈ મોરબીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

જન્માષ્ટમીને લઈ મોરબીમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

ડીવાયએસપી જે.એમ. આલની આગેવાની હેઠળ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબી: જન્માષ્ટમીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

મોરબીમાં જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી જે.એમ. આલની આગેવાની હેઠળ મોરબી ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ એલસીબી અને એસઓજીના અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ટીમોએ પગપાળા પેટ્રોલિંગ કરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!