Thursday, September 3, 2026
HomeGujaratસાતમ-આઠમ નિમિત્તે કરૂણા ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલમાં રાશનકીટ અને ફળ-ફરસાણનું વિતરણ

સાતમ-આઠમ નિમિત્તે કરૂણા ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલમાં રાશનકીટ અને ફળ-ફરસાણનું વિતરણ

શૈરોપોઝિટિવ ગંગા સ્વરૂપ બહેનો, સર્ગભા બહેનો અને બાળકોને સહાય: દિવાળી નિમિત્તે પણ રાશનકીટ વિતરણનું આયોજન.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે કરૂણા ફાઉન્ડેશન દ્વારા સાતમ-આઠમના પર્વ નિમિત્તે શૈરોપોઝિટિવ ગંગા સ્વરૂપ બહેનો, સર્ગભા બહેનો અને બાળકોને રાશનકીટ તેમજ બાળકોને ફળ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોરબી જીલ્લા સિવિલ હોસ્પિટલના અધીક્ષક પ્રદીપ દુઘરેજીયા તથા ડી.ટી.ઓ. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોરબી ભાજપ મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન અને તેમની ટીમ, મોરબી તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન તથા ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પરમાર, એ.આર.ટી. મેડિકલ ઓફિસર હીમશીખાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એ.આર.ટી. સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ.આર.ટી. બ્રધર સોહીલભાઈએ ટી.બી. અંગે માહિતી આપી હતી, જ્યારે એસ.ટી.આઈ. કાઉન્સેલર પીન્ટુભાઈ રાણીપા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેવાકીય આયોજનમાં કરૂણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લિવિંગ વિથ એચ.આઈ.વી./એઈડ્સના પ્રમુખ રાજેશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ રાજેશભાઈ જાની, ખજાનચી જયદીપભાઈ નિમાવત, મંત્રી આશાબેન વિશોડીયા, સહખજાનચી હીનાબેન બારોટ, સહમંત્રી ભાવનાબેન ચાવડા, બોર્ડ મેમ્બર ઉષાબેન બોડા અને કાન્તિભાઈ પાચોટીયા સહિતના સભ્યોનો સહયોગ રહ્યો હતો.

આ સેવાકીય પ્રવૃત્તિને સાકાર કરવામાં મોરબી જીલ્લાના દાતાશ્રીઓ કૈલાસભાઈ ઈટાલુસ સિરામીક સ્પેન્ટાગોન, દયાબેન વાલજીભાઈ, રાજુભાઈ ઠાકર (ધ ગ્રુપ ઓફ ઠાકર), લોરેન્જ વિટ્રીફાઇડ, કાઈપેસ સિરામીક, અંકુરભાઈ રાણપરા, ગોપાલભાઈ ભટ્ટ, મનિષભાઈ પટેલ (મેગા વિટ્રીફાઇડ), રાજુભાઈ (કાસા સિરામીક), પ્રશાંતભાઈ (ચિલીકા સિરામીક), કાંતિલાલ સોની (શ્યામભાઈ), મહાદેવભાઈ (અંબાણી પેપરમીલ), કીયાબેન વિપુલભાઈ કંસારા, મીલનભાઈ (એન્ટિક વિટ્રીફાઇડ), જયુભાઈ કંસારા, એડવોકેટ ઉદયસિંહ, નિસુનભાઈ (અંબીકા મેડિકલ), રામભાઈ પ્રજાપતિ (મિલેનિયમ સિરામિક) અને શૈલેષભાઈ (મિલેનિયમ વિટ્રીફાઇડ) સહિતના દાતાશ્રીઓનો સહયોગ મળ્યો હતો.

કરૂણા ફાઉન્ડેશન દ્વારા તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે દિવાળી નિમિત્તે પણ રાશનકીટ વિતરણનું આયોજન કરવામાં આવનાર હોવાથી સિરામીક પરિવારના દાતાશ્રીઓને આ સેવાકાર્યમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. સહયોગ માટે કરૂણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ લાલવાણીનો મોબાઈલ નંબર 7567517472 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!