Thursday, September 3, 2026
HomeGujaratમોરબીમાં ફાયર શાખાએ લોકમેળામાં ૧૭ સ્ટાફને ફાયર સેફટી અંગે તાલીમ આપી

મોરબીમાં ફાયર શાખાએ લોકમેળામાં ૧૭ સ્ટાફને ફાયર સેફટી અંગે તાલીમ આપી

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ૨૬ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર દરમિયાન એક લોકમેળામાં ૧૭ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી. જ્યારે ફાયર સેફ્ટી સિસ્ટમ અને સર્ટિફિકેટનું ચેકિંગ કરી અપૂર્તિ ધરાવતી અન્ય બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા લોકમેળામાં ૧૭ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. આ સાથે શહેરમાં બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તથા ફાયર સેફ્ટી સિસ્ટમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અપૂર્તિ જણાયેલી બિલ્ડિંગોના સંચાલકોને નોટિસ આપી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શિકા આપવામાં આવી. ઉપરાંત ૩ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) અને ૨ હંગામી ફાયર સેફ્ટી સર્ટિફિકેટની અરજીઓ મળતા તેને આર.એફ.ઓ. કચેરી ખાતે ફોરવર્ડ કરવામાં આવી હતી.

આ સમયગાળા દરમિયાન મોરબીમાં ૨ ફાયર કોલ અને ૨ રેસ્ક્યુ કોલના બનાવોમાં ફાયર જવાનોએ કામગીરી કરી હતી. કોઈપણ આગ કે ઈમરજન્સીની સ્થિતિમાં નાગરિકો મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના ૦૨૮૨૨ ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ નંબર ઉપર સંપર્ક કરી શકે છે તેમ યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!