Monday, September 7, 2026
HomeGujaratટંકારા: મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂના ૧૨૪૮ ચપલા ઝડપાયા;...

ટંકારા: મોરબી-રાજકોટ હાઈવે પર બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂના ૧૨૪૮ ચપલા ઝડપાયા; કુલ ₹૬.૩૩ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ

મોરબી-રાજકોટ હાઈવે રોડ પર બોલેરો કેમ્પર ગાડીમાં ખાસ બનાવેલા ચોરખાનામાંથી ટંકારા પોલીસે વિદેશી દારૂના ૧૨૪૮ નંગ ચપલા અને વાહન સહિત કુલ રૂપિયા ૬,૩૩,૩૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

- Advertisement -
- Advertisement -

બોર્ડર રેન્જ આઈજીપી ચિરાગ કોરડીયાની સૂચના તેમજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને વાંકાનેર ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પીઆઈ જે.ડી. ઝાલા, સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી-રાજકોટ હાઈવે પરથી શંકાસ્પદ બોલેરો કેમ્પર ગાડી (નંબર GJ-03-BV-9752) ને અટકાવી તલાશી લેવામાં આવી હતી.પોલીસે તપાસ કરતા બોલેરો કેમ્પર ગાડીની સીટ નીચે, ઠાઠામાં તેમજ છતના (ટોપના) ભાગે બનાવેલા ચોરખાનામાંથી છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં જુદી-જુદી બ્રાન્ડના ૧૮૦ એમ.એલ.ના પ્લાસ્ટિકના કુલ ૧૨૪૮ નંગ ચપલા (કિંમત રૂ. ૩,૨૭,૮૪૦/-), બોલેરો ગાડી (કિંમત રૂ. ૩,૦૦,૦૦૦/-) તથા બે મોબાઈલ ફોન (કિંમત રૂ. ૫,૫૦૦/-) મળી કુલ રૂ. ૬,૩૩,૩૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.સાથે જ

દશરથભાઇ હરકનભાઇ પ્રભુભાઇ ખાંભલા (ઉં.વ. ૩૦, રહે. રામપુરા છોટા, તા. ધાનેરા, જિ. બનાસકાંઠા), બાબુરામ જવાનાજી ભાડકા (ઉં.વ. ૪૫, રહે. જારડા ગામ, તા. રાણીવાડા, જિ. ઝાલોર, રાજસ્થાન) ને ઝડપી લેવાયા છે જ્યારે મહેન્દ્રભાઇ બાબુરામ રબારી (રહે. પાલ કુડા, તા. રાણીવાડા, જિ. ઝાલોર, રાજસ્થાન)ને ફરાર જાહેર કરી.શોધખોળ શરૂ કરી છે.

આ મામલે ટંકારા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર અન્ય આરોપીને ઝડપી પાડવા તેમજ દારૂનો આ જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!