Monday, September 7, 2026
HomeGujaratમોરબી: વારંવાર પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી, જૂનાગઢ જેલ...

મોરબી: વારંવાર પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી, જૂનાગઢ જેલ હવાલે કરાયો

મોરબી શહેરમાં અવારનવાર વિદેશી/પરપ્રાંતીય દારૂના ગુના આચરતા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. વારંવાર પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા એક બુટલેગર સામે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને જૂનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રોહિબિશન પ્રવૃત્તિઓ પર રોક લગાવવા આપેલી સૂચના મુજબ સીટી ‘એ’ ડિવિઝન પી.આઈ. વાય.બી. જાડેજા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વિસ્તારમાં વારંવાર પરપ્રાંતીય દારૂના ગુનાઓમાં ઝડપાયેલા હિન્દુભાઇ મોહનભાઇ ઉર્ફે મેપાભાઇ બાંભવા/ભરવાડ (ઉં.વ. ૩૧, રહે. તુલસીપાર્ક, જી.ઇ.બી. સામે, શનાળા બાયપાસ, મોરબી) વિરુદ્ધ ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલવામાં આવી હતી.જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા આ પાસા દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઇશ્યૂ કરવામાં આવતા પોલીસે આરોપીની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી સાથે તેને જિલ્લા જેલ જૂનાગઢ ખાતે ધકેલી દીધો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!