મોરબી તાલુકા અને માળીયા(મી)ના ત્રણ અલગ અલગ બનાવમાં કેનાલ તથા પાણી ભરેલા કુંડમાં ડૂબી જતાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. પોલીસે ત્રણેય બનાવમાં અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના જોધપર નદી ગામ નજીક મચ્છુ ડેમ-૨માંથી હરેન્દ્રકુમાર દાસ રહે. ટીંબડી મોરબી મૂળ ઓડિશા વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેઓ ગત તા.૦૫/૦૯ના રોજ મેટ્રોવર્લ્ડ સીરામીક નજીક નર્મદા કેનાલમાં ન્હાવા ગયા બાદ પાણીમાં ડૂબ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
બીજા બનાવમાં રફાળેશ્વર મહાદેવ મંદિરના પાણી ભરેલા કુંડમાં ન્હાવા જતા જગદીશભાઈ પ્રેમજીભાઈ સોલંકી રહે. મોરબી વાળા ડૂબી જતાં તેમનું મોત થયું હતું. જ્યારે ત્રીજા બનાવમાં માળીયા(મી) તાલુકાના જુના ઘાંટીલા ગામના દિપકભાઈ શાંતીલાલ ઉભડીયા ઉવ.૪૧ પોતાની વાડી પાસેની નર્મદા કેનાલમાં ઇલેક્ટ્રિક દેડકાના હોર્સ પાઇપમાં આવેલ કચરો સાફ કરવા જતાં પાણીમાં ડૂબી ગયા હતા. ત્રણેય બનાવ અંગે પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






