મહાવીર ચોક ખાતે 14થી 25 સપ્ટેમ્બર સુધી ગણપતિ મહોત્સવનું આયોજન, ભક્તોમાં ઉત્સાહ
મોરબીના મહાવીર ચોક, નવા બસ સ્ટેશન સામે રવાપર રોડ ખાતે “બાલાજી ગ્રુપ કા રાજા” દ્વારા તા. 14 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશોત્સવને લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં ગણપતિ બાપાની ભક્તિ સાથે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
ભવ્ય ગણેશોત્સવને લઈને મોરબી શહેરમાં પણ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણપતિ બાપાના દર્શન અને વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા છે.
ગણેશોત્સવના બેનરમાં જાહેરાત આપવા ઇચ્છુક વેપારીઓ તથા સંસ્થાઓ માટે આયોજકોનો સંપર્ક કરવા જણાવાયું છે. જાહેરાત માટે નયનભાઈ (મો. 98793 27706) અથવા અમિતભાઈ (મો. 93742 33334)નો સંપર્ક કરી શકાશે.






