પર્યુષણ પર્વને પગલે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા.૮ સપ્ટેમ્બરથી ૧૬ સપ્ટેમ્બર સુધી શહેર વિસ્તારમાં તમામ પ્રકારના કતલખાનાં બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પર્યુષણ પર્વ નિમિત્તે તા. ૦૮/૦૯ થી તા.૧૬/૦૯સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાં બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત માંસ, મટન, માછલી અને ચીકનનું વેચાણ પણ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી બી.પી.એમ.સી. એક્ટ હેઠળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે.






