Thursday, September 10, 2026
HomeGujaratરફાળેશ્વરમાં જુગાર રમવાની ના પાડવા બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું:સામસામી ફરિયાદ નોંધાઈ

રફાળેશ્વરમાં જુગાર રમવાની ના પાડવા બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાણું:સામસામી ફરિયાદ નોંધાઈ

પાઇપ-ધોકા વડે હુમલો કરી હોટલ, કાર, મોપેડ, બ્યુટી પાર્લર સહિત વાહનોમાં નુકસાન.

- Advertisement -
- Advertisement -

રફાળેશ્વરમાં સાતમ-આઠમના તહેવાર દરમિયાન સમાજવાડીમાં જુગાર રમવાની ના પાડવાના મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. જેમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે, પ્રથમ ફરિયાદમાં ત્રણ શખ્સોએ પાઇપ વડે મારામારી કરી હોટલ અને વાહનોમાં તોડફોડ કરી રૂ.૬ હજારની લૂંટ કરી, જ્યારે બીજી ફરિયાદમાં એક મહિલાને જાતિ પ્રત્યે હડધૂત કરી ધોકો મારી ઇજા પહોંચાડી હતી. હાલ તાલુકા પોલીસે ૩ મહિલા સહિત સાત આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રફાળેશ્વરમાં બનેલા બનાવમાં નીતાબેન પ્રકાશભાઈ મનુભાઈ કામેજડીયા ઉવ.૩૮ રહે. રફાળેશ્વર વાળાની ફરિયાદ મુજબ, આરોપી સુલતાન ગીરધરભાઈ વાઘેલા, અજયભાઈ ચૌહાણ તથા મુકેશભાઈ કરશનભાઈ પરમાર ત્રણેય રહે. રફાળેશ્વર વાળાને ફરિયાદીના પતિએ સાતમ આઠમના તહેવારમાં જ્ઞાતિની વાડીમાં જુગાર રમવાની ના પાડી હતી જેનો ખાર રાખી ગઈકાલે ઉપરોક્ત ત્રણેય આરોપીઓ પાઇપ લઈને આવી તેમના પતિની આઈ-૨૦ કાર, હોટલ, બ્યુટી પાર્લર, એક્ટિવા, રિક્ષા તથા દુકાનના છાપરામાં તોડફોડ કરી હતી. મહિલાને પણ પાઇપથી માર મારી મૂંઢ ઇજા પહોંચાડી હતી તથા હોટલમાંથી રૂ.૬ હજારની લૂંટ કરી હતી. સમગ્ર મામલે પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામે પક્ષે સુનિતાબેન ખીમજીભાઈ તીકુભાઈ પરમાર ઉવ.૨૮ રહે. ગોકુલનગર જામનગર મૂળ રફાળેશ્વર વાળાએ ફરિયાદ મુજબ તેના ભાઈ અજયે પ્રકાશભાઈ કોળીની હોટલે માથાકૂટ કર્યાનો ખાર રાખી આરોપી પ્રકાશભાઈ, નીતાબેન, હીનાબેન કોળી તથા ધનીબેને તેને રોકી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી ગાળો આપી મારામારી કરી હતી. જેમાં આરોપી પ્રકાશભાઈએ ફરિયાદીને માથામાં ધોકો મારતા ઇજા થતાં ફરિયાદી નીતાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આ મામલે પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની આગળની તપાસ ચલાવી છે.

હાલ બન્ને પક્ષોએ નોંધાવેલ ફરિયાદને આધારે તાલુકા પોલીસે બન્ને પક્ષના કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તમામ આરોપીઓની અટકાયત કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!