Saturday, September 12, 2026
HomeGujaratમોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે

મોરબીમાં ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ હવે 22 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે

મોરબીવાસીઓના ઉત્સાહ અને ભારે પ્રતિસાદને પગલે મેળાની મુદતમાં વધારો : પરિવાર સાથે મનોરંજન માણવા વધુ એક તક

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીના લીલાપર-કેનાલ રોડ ખાતે ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ, રામકો રેસિડેન્સી નજીક સૌરાષ્ટ્ર એમ્યુઝમેન્ટ પાર્ક દ્વારા આયોજિત ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ને મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકોનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકોની સતત વધતી મુલાકાત અને પરિવારજનોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા કાર્નિવલની મુદત વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ભવ્ય કાર્નિવલ તા. 22 સપ્ટેમ્બર 2026 સુધી ચાલુ રહેશે.

જન્માષ્ટમીના પર્વની ઉજવણી સાથે શરૂ થયેલો આ કાર્નિવલ આજે મોરબીવાસીઓ માટે પરિવાર સાથે આનંદ અને મનોરંજન માણવાનું વિશેષ આકર્ષણ બન્યો છે. બાળકો અને યુવાનો માટે વિવિધ રોમાંચક રાઇડ્સ, મનોરંજનનાં સાધનો તેમજ ખાણીપીણી અને વિવિધ પ્રકારના સ્ટોલ સહિતની વ્યવસ્થાને કારણે દરરોજ મોટી સંખ્યામાં લોકો કાર્નિવલની મુલાકાત લઈ રહ્યા છે.

ખાસ કરીને સાંજના સમયે રંગબેરંગી રોશની, વિવિધ રાઇડ્સ અને ઉત્સવમય વાતાવરણથી સમગ્ર મેળા પરિસર જીવંત બની ઊઠે છે. બાળકોના આનંદથી લઈને વડીલો સુધી, દરેક વયજૂથને પરિવાર સાથે યાદગાર સમય પસાર કરવાની તક મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

આયોજકોના જણાવ્યા અનુસાર, મોરબી અને આસપાસના લોકો તરફથી મળેલા પ્રેમ, સહકાર અને અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કાર્નિવલને 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. જે પરિવારો હજુ સુધી મેળાની મુલાકાત લઈ શક્યા નથી, તેમના માટે પણ આ નિર્ણય આનંદના સમાચાર સમાન છે.

આથી મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પરિવાર અને બાળકો સાથે તા. 22 સપ્ટેમ્બર સુધી ‘જન્માષ્ટમી કાર્નિવલ 2026’ની મુલાકાત લઈ ઉત્સવ, રાઇડ્સ અને પારિવારિક મનોરંજનનો આનંદ માણવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સ્થળ : ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ, રામકો રેસિડેન્સી નજીક, લીલાપર-કેનાલ રોડ, મોરબી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!