ભત્રીજાના લગ્ન માટે લીધેલા ઉછીના રૂપિયા પરત કેવી રીતે આપવા તે બાબતે મનમાં લાગી આવતા શ્રમિકે ઝેરી દવા પી લીધી હતી. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
હળવદ તાલુકાના ચાડધ્રા ગામની સીમમાં હસમુખભાઈ હરજીભાઈ કાચરોલાની વાડીએ રહેતા રાજુભાઈ બચુભાઈ પરમાર ઉવ.૩૨ મૂળ રહે. કોટંબી તા.ધાનપુર જી. દાહોદ વાળાએ ગત તા. ૧૦/૦૯ના રોજ રાત્રિના આશરે આઠ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે ૧૧:૪૦ વાગ્યા પહેલાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસની તપાસમાં મૃતકે પોતાના ભત્રીજાના લગ્ન માટે ઉછીના રૂપિયા લીધા હતા, બાદ તેના ભત્રીજાનું અકસ્માત થતા તે કામ કરી શકતો ન હોય જેથી પોતે લીધેલ ઉછીના રૂપિયા કિ રીતે ચૂકવશે તેનું મનમાં લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.






