મોરબી: ગંભીર બીમારી દરમિયાન ICU અને વેન્ટિલેટરની સારવારમાંથી પસાર થઈને નવજીવન મેળવનારા દર્દીઓના અડગ મનોબળ અને જીવનની જીતને સલામ કરવા મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
“વેન્ટિલેટરના વોરિયર્સ – જીવનની જીતનું સન્માન” નામથી યોજાનારા આ કાર્યક્રમમાં વેન્ટિલેટર જેવી ગંભીર તબીબી પરિસ્થિતિમાંથી સ્વસ્થ થઈને નવું જીવન મેળવનાર ફાઈટર્સનું સન્માન કરવામાં આવશે. દર્દીઓ અને તેમના પરિવારજનોની હિંમત તથા સંઘર્ષને બિરદાવવાનો આ કાર્યક્રમ રહેશે.
આ વિશેષ સન્માન સમારોહ 13 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ સવારે 10:00થી બપોરે 1:00 વાગ્યા સુધી આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી ખાતે યોજાશે.
આયુષ હોસ્પિટલ દ્વારા જીવનની કપરા તબક્કાને પાર કરીને સ્વસ્થ થયેલા “વેન્ટિલેટરના વોરિયર્સ”ને સન્માનિત કરી તેમના ઉત્સાહ અને હિંમતને બિરદાવવામાં આવશે. આ કાર્યક્રમ અન્ય દર્દીઓ અને તેમના પરિવારજનો માટે પણ હિંમત અને આશાનો સંદેશ આપશે.
વધુ માહિતી માટે આયુષ હોસ્પિટલ, મોરબીનો 75750 88884 નંબર પર સંપર્ક કરી શકાય છે.






