Sunday, September 13, 2026
HomeGujaratમાળીયાના સરવડ ગામ નજીક રીક્ષામાંથી ૨૦૦ લીટર દેશી દારૂ સાથે ચાલક ઝડપાયો

માળીયાના સરવડ ગામ નજીક રીક્ષામાંથી ૨૦૦ લીટર દેશી દારૂ સાથે ચાલક ઝડપાયો

માળીયા(મી) પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરવડ ગામથી મોટી બરાર વચ્ચે વોચ ગોઠવી સીએનજી રીક્ષાને રોકી તેની તલાશી લેતા ૨૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષા સહિત કુલ રૂ.૯૦ હજારનો મુદ્દામાલ કબજે કરી આરોપી રીક્ષા ચાલકની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી) પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે સરવડથી મોટી બરાર ગામ દેવનારાયણ હોટલ નજીક વાહન ચેકિંગ શરૂ કર્યું હોય તે દરમિયાન બાતમી મુજબની રીક્ષા રજી.નં. જીજે-૩૮-ડબ્લ્યુએ-૦૫૬૯ ને રોકી તપાસ કરતાં ચાર બાચકામાં કુલ ૨૦૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૪૦ હજાર મળી આવ્યો હતો. જેથી તુરંત રીક્ષા ચાલક આરોપી સુનીલ બાબુભાઈ ઝીંઝુવાડીયા ઉવ.૨૭ રહે.વીસીપરા સરકારી દવાખાના પાછળ મોરબી વાળાની દેશી દારૂ તથા રીક્ષા સહિત રૂ.૯૦ હજારના મુદામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!