Tuesday, September 15, 2026
HomeGujaratમોરબીના વીસીપરામાં તસ્કરોનો તરખાટ: એક જ રાતમાં છ ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરી

મોરબીના વીસીપરામાં તસ્કરોનો તરખાટ: એક જ રાતમાં છ ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરી

અજાણ્યા ચોર સામે ફરિયાદ, શહેર પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલ.

- Advertisement -
- Advertisement -

મોરબીના વીસીપરા વિસ્તારમાં એક જ રાતમાં છ ટ્રેક્ટરમાંથી બેટરીની ચોરી થતાં સમગ્ર વિસ્તાર સહિત શહેરમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા તસ્કરોએ એક જ રાતમાં એક સાથે છ ટ્રેક્ટરમાંથી કુલ રૂ.૪૨ હજારની કિંમતની બેટરીઓ ચોરી કરી લઈ જતા બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર, મોરબીના વીસીપરા વિજયનગર શેરી નં.૧ રોહિદાસપરા વિસ્તારમાં ગત તા.૧૨ સપ્ટેમ્બરની રાત્રે અલગ અલગ છ પાર્ક કરેલ ટ્રેક્ટરોમાંથી બેટરીની ચોરી થઈ હતી. જેમાં ધર્મેશભાઇ દેવજીભાઇ ઉર્ફે સુખાભાઈ મકવાણા ઉવ.૩૬ રહે.મોરબી-૧ વીસીપરા વિજયનગર શેરી નં.૧ રોહિદાસ પરા વાળા સહિત અલગ-અલગ લોકોના કુલ છ ટ્રેક્ટરમાંથી વિવિધ કંપનીની બેટરીઓ કિ.રૂ ૪૨,૦૦૦/-ની કોઈ ચોરી કરી લઈ ગયાનું સામે આવ્યું હતું. હાલ ચોરીના બનાવ અંગે ફરિયાદી ધર્મેશભાઈ મકવાણાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!