વાડીએ પાકમાં પાણી પાઈ રહ્યા હતા ત્યારે અચાનક ગાજવીજ સાથે વીજળી ત્રાટકી.
હળવદ તાલુકાના માથક ગામની સીમમાં વાડી ખાતે વરસાદી વીજળી પડતાં ૨૮ વર્ષીય માતા અને તેના સાડા ચાર વર્ષના પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
હળવદ તાલુકાના માથક ગામની સીમમાં ગત તા.૧૩/૦૯/૨૦૨૬ના સાંજના આશરે ૪ વાગ્યાના અરસામાં હાતીમભાઈ અલીભાઈની વાડીએ માનકીબેન ઉર્ફે મંકુબેન રાકેશભાઈ નાયકા ઉવ.૨૮ તેમના પુત્ર શ્યામ રાકેશભાઈ નાયકા ઉવ.૪.૫ મૂળ જોજ ગામ તા.જી.છોટાઉદેપુર વાળા સાથે પાકમાં પાણી પાઈ રહ્યા હતા. દરમિયાન અચાનક ગાજવીજ સાથે વીજળી પડતાં બંને ગંભીર રીતે દાઝી ગયા અને મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.






