હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે પાણીની બોટલ સમજી ભૂલથી એસિડ પી જતાં ૭૭ વર્ષીય વૃદ્ધની તબિયત લથડી હતી. ત્યારે મોરબીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
હળવદના પ્રતાપગઢ ગામે તા.૦૭/૦૯/૨૦૨૬ના બપોરે મગનલાલ અરજણભાઈ ફુલતરીયા ઉવ.૭૭એ પાણીની બોટલ સમજી ભૂલથી એસિડ પી લેતા તેમને મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃતકના પુત્ર કાંતિલાલ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.






