Wednesday, September 16, 2026
HomeGujaratહળવદ પંથકની ત્રણ અલગ અલગ વાડીઓમાંથી ૫૨૦ ફૂટથી વધુ કોપર કેબલની ચોરી

હળવદ પંથકની ત્રણ અલગ અલગ વાડીઓમાંથી ૫૨૦ ફૂટથી વધુ કોપર કેબલની ચોરી

હળવડમાં ઠળીયા પાર્ટી વાડી, કડીયાણા નવા ઘનશ્યામગઢની વાડીઓમાં બોરથી સ્ટાર્ટર સુધીના કોપર કેબલ અજાણ્યા તસ્કરો કાપી ગયા.

- Advertisement -
- Advertisement -

હળવદ પંથકમાં અલગ-અલગ ત્રણ વાડીઓમાંથી બોરની મોટરથી સ્ટાર્ટર સુધીના કુલ આશરે ૫૨૦ ફૂટ કોપર કેબલની ચોરી થયા અંગે ત્રણ જુદી જુદી ફરિયાદો નોંધાઈ છે. ત્રણેય બનાવોમાં અજાણ્યા શખ્સો તીક્ષ્ણ સાધન વડે કેબલ કાપી ચોરી કરી ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

હળવદ પોલીસ મથકે કોપર કેબલ ચોરીની ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. જેમાં કડીયાણા ગામના કનુભાઈ વાલાભાઈ ઠુંગાની ખજુરી નામે ઓળખાતી સીમમાં આવેલી વાડીમાંથી ગત તા.૧૦થી ૧૧ ઓગસ્ટ દરમિયાન બોરથી સ્ટાર્ટર સુધીનો આશરે ૨૦૦ ફૂટ લાંબો ૬ એમએમ.નો કોપર કેબલ, કિ.રૂ.૧૫ હજાર વાળો ચોરી થયો હતો. જ્યારે બીજા બનાવમાં હળવદની ઠળીયા પાર્ટી તરીકે ઓળખાતી સીમમાં ગણપતભાઈ દેવજીભાઈ પરમારની વાડીમાંથી તા.૨૦થી ૨૧ ઓગસ્ટ દરમિયાન બોરથી સ્ટાર્ટર સુધીનો આશરે ૧૨૦ ફૂટ ૬ એમએમ.નો કોપર કેબલ કિ.રૂ. ૧૨ હજાર અજાણ્યો શખ્સ કાપીને લઈ ગયો હતો. આ ઉપરાંત ત્રીજા બનાવમાં નવા ઘનશ્યામગઢ ગામની ધાર તરીકે ઓળખાતી સીમમાં દિપકભાઈ અંબારામભાઈ સંઘાણીની વાડીમાંથી તા.૨૮થી ૨૯ ઓગસ્ટ દરમિયાન બે બોરથી સ્ટાર્ટર સુધીનો આશરે ૨૦૦ ફૂટનો કોપર કેબલ કિ.રૂ.૧૫ હજાર ચોરી થયો હતો.

ત્રણેય જુદી જુદી ફરિયાદમાં જણાવ્યા મુજબ આસપાસની અન્ય વાડીઓમાંથી પણ કોપર કેબલ ચોરી થયાની ઘટનાઓ સામે આવી છે. હાલ ત્રણેય બનાવ અંગે હળવદ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી આરોપી અજાણ્યા ચોર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!