મોરબી તાલુકાના મકનસર ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા ઇસમ પાસેથી દસ્તાવેજો વિનાનું મોટરસાયકલ મળી આવતા મોરબી એસ.ઓ.જી. ટીમે બાઇક કબ્જે લઈ પકડાયેલ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મકનસર ગામે ક્રિષ્ના વિજય નળીયાના કારખાના સામે સર્વિસ રોડ પરથી શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે પસાર થતા અલ્પેશભાઈ રમેશભાઈ બોહડીયા રહે. વાવડી તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર વાળાને રોકી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે મોટરસાયકલના કાગળો અંગે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં. જીજે-૧૩-બીસી-૯૯૩૨ કબ્જે કરી પકડાયેલ ઇસમની ધોરણસર અટકાયત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.






