Wednesday, September 16, 2026
HomeGujaratમોરબી સહિત છ જીલ્લામાંથી હદપાર કરાયેલ ઇસમ હદપારીનો ભંગ કરતા ઝડપાયો

મોરબી સહિત છ જીલ્લામાંથી હદપાર કરાયેલ ઇસમ હદપારીનો ભંગ કરતા ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ કોમ્બિંગમાં હોય તે દરમિયાન મોરબી સહિત છ જીલ્લામાંથી છ માસ માટે હદપાર કરાયેલ ઇસમ મોરબીના તેના રહેણાંક નજીકથી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે ગઈકાલ તા. ૧૫/૦૯/૨૦૨૬ના રોજ કોમ્બિંગ દરમિયાન દિનેશભાઈ બાબુભાઈ ચૌહાણ ઉવ.૩૯ રહે. મોરબી નજરબાગ રેલવે સ્ટેશન સામે બૌદ્ધનગર, મફતીયાપરા વાળાને ઝડપી પાડ્યો હતો. જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના હુકમથી આરોપી દિનેશભાઇ ચૌહાણને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર અને કચ્છ-ભુજ સહિત કુલ છ જીલ્લામાંથી છ માસ માટે હદપાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં મોરબીમાં મળી આવતા પોલીસે તેની સામે હદપારી ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!