Saturday, September 19, 2026
HomeGujaratમોરબીના જેતપર ગામે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળા દહન કરવા અંગે ૨૧...

મોરબીના જેતપર ગામે પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળા દહન કરવા અંગે ૨૧ વિરૂધ્ધ ગુનો નોંધાયો

ગત તા. ૧૭ સપ્ટેમ્બરે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની દીપ પ્રાગટય અને બ્લડ ડોનેશન કેમ્પ કરી ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે મોરબી બીજી બાજુ મોરબી તાલુકાના જેતપર ગામમાં છેલ્લા કેટલાક સમયથી વીજ થાંભલા ને લઈને આંદોલન પર બેઠેલા ખેડૂત છાવણીના ખેડૂતો એ દેશના વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી ના પૂતળા દહન કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર મચ્છુ ગામે ગત તા. ૧૭ સપ્ટેમ્બર ના રોજ વડાપ્રધાન મોદીના જન્મદિવસે જ રાત્રિના સમયે ખેડૂતોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પૂતળાનું દહન કરી લાકડી ધોકા પાઇપ વડે પૂતળાને ફટકારવામાં આવતા વીડિયો સોશ્યલ મીડિયામાં ખેડૂતોએ મૂકેલ હતો જેને પગલે જિલ્લા ભરનું તંત્ર દોડતું થઈ ગયું હતું.

જોત જોતામાં આ ઘટના બીજા દિવસના સવાર પડતા સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થવા લાગતા બીજા દિવસે ૧૮ સપ્ટેમ્બરના રોજ ઉચ્ચ કક્ષાએ થી પણ આ ઘટનાની ગંભીર ટકોર કરવામાં આવી હતી.જેના પગલે મોરબી તાલુકા પીઆઇ નિલેશ ઘેટીયા દ્વારા આ બનાવ અંગે મહિલા સહિત કુલ ૨૧ લોકો વિરુદ્ધ નામ જોગ મળી આ ગુનામાં તપાસમાં ખુલે એ તમામ વિરુદ્ધ અને કાર્યક્રમના આયોજકો સહિતના વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

જેમાં મોરબી તાલુકાના જેતપર ગામમા ચોકમા બનાવેલ ગેરકાયદેસર ડોમ પાસે, પુર્વે આયોજીત કાવતરૂ રચી, વહીવટી તંત્રની કોઇ પણ પ્રકારની મંજુરી મેળવ્યા વિના સરકાર વિરુધ્ધ પ્રદર્શન કરી લાકડાના ધોકા સાથે ગેરકાયદેસર મંડળી બનાવી હુલડ કરી મોરબી તાલુકા પીઆઇ એન એસ સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ જાહેરનામાનું પાલન ન કરી, સાર્વજનિક માર્ગ ઉપર ગેરકાયદેસર અવરોધ ઉભો કરી, પુતળામા જવલનશીલ પ્રવાહી છાટી અગ્ની પ્રગટાવી ભયનુ વાતાવરણ ઉભુ કરી, માનવજીવ અને મિલકતને નુકશાન થાય તેમ જાણવા છતા તેવુ ક્રુત્ય કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવા નારેબાજી કરી અન્યોને ઉશ્કેરી ગુનો કર્યો હોવાની BNS ની કલમ ૬૧(૨),૧૨૬,૧૮૯(૨),૧૯૨,૨૨૩,૨૮૫,૨૮૭,૩૫૨ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ ની ભારે કલમો હેઠળ પીઆઈ એન એસ ઘેટિયા એ મોરબી તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં કોની કોની વિરૂધ્ધ નોંધાયો ગુનો?

આ ફરિયાદમાં મહિલા સહિત કુલ ૨૧ વ્યક્તિઓ વિરૂદ્ધ નામ જોગ અને અન્ય કાર્યક્રમ આયોજન કરનાર અને તપાસમાં ખુલે એ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધવામાં આવી છે જે નીચે મુજબ છે.

૧) નેહુલ ધીરજલાલ અમૃતિયા (૨) હર્ષદ ચતુરભાઈ અઘારા (૩) રાજુભાઈ ભુદર કંડીયા (પાવભાજી) (૪) દીપક નાથાભાઈ ઝાકાસણીયા (૫)લાલજી ઘનશ્યામ ઝાકાસણીયા (૬)લલીત ઉર્ફે ભોટીયો ચીકુભાઇ અઘારા (૭)કોકાભાઈ બચુભાઈ કંડીયા (૮)અમીત બચુભાઈ કંડીયા (૯)નરેશ બચુભાઈ અઘારા (૧૦)નંદલાલ પ્રભુભાઈ અમૃતિયા (૧૧)ગોવિંદ ધરમશીભાઈ અમૃતિયા (૧૨)ચતુર છગન અઘારા (૧૩) લાભુભાઈ અમરશી ભાઈ વરસડા (૧૪)હિરેન ચંદુભાઈ અઘારા (૧૫)વિપુલ મગનભાઈ કંડીયા (૧૬) ખુશાંગીબેન રાજેશભાઈ અઘારા (૧૭) દર્શનાબેન ઉર્ફે ગુડીબેન હર્ષદભાઈ અઘારા (૧૮) મિતલબેન વિપુલભાઈ કંડીયા (૧૯) જ્યોતિબેન નિકેતભાઇ પંચાસર રહે-ઉપરોકત બધા જેતપર તા.જી-મોરબી તથા (૨૦) નીરૂભા પ્રમોદસિંહ જાડેજા તથા (૨૧) હીરજીભાઈ દેવજીભાઈ દેત્રોજા રહે બંન્ને-ગામ કુંભારીયા તા-માળીયા(મી) જી-મોરબી (૨૨)તેમજ આ કાર્યક્રમના આયોજકો અને આગેવાન તથા તપાસમા ખુલ્લે તે એમ બધા વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ગુનો ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!