Monday, September 21, 2026
HomeGujaratમાળીયા(મી)ના સરવડ નજીક બાઈકનો પીછો કરી પોલીસે ૧૯ બોટલ દારૂ સાથે એકને...

માળીયા(મી)ના સરવડ નજીક બાઈકનો પીછો કરી પોલીસે ૧૯ બોટલ દારૂ સાથે એકને દબોચ્યો

માળીયા(મી) પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરવડ ગામના પાટિયા પાસે માળીયા-જામનગર હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીવાળું હીરો સ્પ્લેન્ડર બાઈક રજી.નં. જીજે-૩૬-એજી-૦૨૭૧ આવતા પોલીસે તેને ઉભું રાખવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે બાઈક ફૂલ સ્પીડમાં ચલાવી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે પીછો કરી તેને ઝડપી લીધો હતો. આ સાથે બાઈક ચાલક આરોપી વિજયભાઈ દેવજીભાઈ પરમાર ઉવ.૨૧ રહે. સરવડ ગામ તા.માળીયા(મી) વાળા પાસેથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૧૯ બોટલ કિ.રૂ.૫,૪૫૫/- કબ્જે લેવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

હાલ દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક કિ.રૂ.૩૦,૦૦૦/- સહિત પોલીસે કુલ રૂ.૩૫,૪૫૫/-નો મુદામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીની પૂછતાછમાં દારૂનો જથ્થો મનસુખભાઈ ચાવડા રહે.ઇન્દિરાનગર મોરબી-૨ વાળા પાસેથી લીધો હોવાનું પોલીસ સમક્ષ જણાવતા તેને ફરાર દર્શાવી બન્ને આરોપી સામે ગુનો નોંધી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!