ધર્મલાભ સોસાયટીમાંથી દારૂ સાથે શૈલેષ ઉર્ફે રોબીન હણ અને વિવેક ઉર્ફે બંસી ખાંભલા ઝડપાયા, વિશાલ ખાંભલા ફરાર જાહેર
મોરબીના શક્ત શનાળા ગામે ધર્મલાભ સોસાયટીમાં પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૪ બોટલ કિ.રૂ.૯૨,૫૭૬/- સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક આરોપી હાજર મળી ન આવતા તેને ફરાર જાહેર કરી તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે શક્ત શનાળા ગામે પટેલ સમાજવાડી સામે આવેલી ધર્મલાભ સોસાયટીમાં શૈલેષભાઈ ઉર્ફે રોબીન અણદાભાઈ હણના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન મકાનના ઉપરના માળે રૂમમાંથી ત્રણ સુટકેસમાં રાખેલી વિદેશી દારૂની કુલ ૬૪ બોટલ કિ.રૂ.૯૨,૫૭૬/- મળી આવી હતી. આ સાથે પોલીસે સ્થળ પરથી આરોપી શૈલેષભાઈ ઉર્ફે રોબીન અણદાભાઈ હણ ઉવ.૩૯ રહે. શક્ત શનાળા પટેલ સમાજવાડી સામે ધર્મલાભ સોસાયટી મોરબી તથા આરોપી વિવેકભાઈ ઉર્ફે બંસી રમેશભાઈ ખાંભલા ઉવ.૨૩ રહે.રાજપર ગામ રબારી કોલોની તા.જી.મોરબી મૂળરહે. વાંકાનેર વીસીપરા શંકર મંદિર સામેની શેરી વાળાને ઝડપી લેવાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદેશી દારૂ આરોપીઓ ભાગીદારીમાં વેચાણ માટે લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિશાલ ઉપેન્દ્રભાઈ ખાંભલા રહે. શક્ત શનાળા ધરમનગર મોરબી વાળો દરોડા દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે ત્રણેય આરોપી સામે પ્રોહિ.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.






