Tuesday, September 22, 2026
HomeGujaratટીંબડી પ્રાથમિક શાળા ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

ટીંબડી પ્રાથમિક શાળા ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

સરકારી વિવિધ સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળતા મોટી સંખ્યામાં અરજદારો જોડાયા.

- Advertisement -
- Advertisement -

મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા કાર્યના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મોરબી જીલ્લામાં લોકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી જીલ્લાભરમાં અંદાજે ૩૦ જેટલા “સેવા સેતુ” કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત મોરબી તાલુકામાં ટીંબડી પ્રાથમિક શાળા ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોની સેવાઓ, યોજનાઓ તથા જરૂરી અરજીઓ અંગેની કામગીરી એક જ સ્થળેથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.ટીંબડી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં ધરમપુર, ટીંબડી, કેરાળા, હરીપર, લક્ષ્મીનગર, ભક્તિનગર, શક્તિનગર, રવાપર નદી, ભરતનગર, અમરનગર, નવા સાદુળકા તથા જુના સાદુળકા ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સ્થળ પર જ જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આથી સંબંધિત ગામોના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ લીધો હતો.

આ પ્રસંગે મોરબી તાલુકા વિકાસ અધિકારી (TDO), ગ્રામ પંચાયતના સરપંચ, ટીંબડી તલાટી-કમ-મંત્રી, શાળાના આચાર્ય તેમજ આઇસીડીએસ, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. “સેવા સેતુ” કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને જરૂરી સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તેવો હેતુ સાકાર થયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારોએ ઉપસ્થિત રહી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!