વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર પોર્ટોસર સીરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા ૩૨ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું.
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલા પોર્ટોસર સીરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા જીતેન્દ્રભાઈ દેવીસિંહ ઉવ.૩૨ મૂળ રહે. નૈતના તા. સાલથોન જી. સાગર (મ.પ્ર.) વાળાએ ગઈકાલ તા.૨૧/૦૯ના રોજ કોઈપણ સમયે પોતાના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






