Friday, September 25, 2026
HomeGujaratટીંબડી ગામ નજીક ટ્રક રોકાવતા RTO અધિકારી સાથે ઝપાઝપી, ગાર્ડને પાઇપ વડે...

ટીંબડી ગામ નજીક ટ્રક રોકાવતા RTO અધિકારી સાથે ઝપાઝપી, ગાર્ડને પાઇપ વડે ઇજા

મોરબી-માળીયા હાઈવે પર ટ્રકનો પીછો કરી રોકાવતા ચાલકે લોખંડના પાઈપથી હુમલો કર્યો: આરોપી ટ્રક મૂકી ફરાર.

- Advertisement -
- Advertisement -

મોરબી-માળીયા નેશનલ હાઈવે પર ફરજ બજાવતા RTO અધિકારીઓએ ચેકિંગ માટે ટ્રક રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ટ્રક ન રોકતા, પીછો કરી ટ્રક રોકાવ્યા બાદ લોખંડનો પાઈપ લઈ નીચે ઉતરી ચાલકે ઝપાઝપી કરી હતી. દરમિયાન અધિકારી સાથેના ગાર્ડને માથામાં પાઈપ મારતાં ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ RTO અધિકારીની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી RTO વિભાગના મોટર વાહન નિરીક્ષક અપુર્વભાઈ સુરેશભાઈ પ્રજાપતિ ઉવ.૩૫ રહે. હરિહરનગર-૧ રવાપર રોડ મોરબી વાળા ગત તા.૨૩/૦૯ના રોજ સાંજના સમયે જીએસફ ગાર્ડ કનુભાઈ ગંગદાસભાઈ રતન અને રૈયાભાઈ હીન્દુભાઈ સુસરા સાથે સરકારી વાહનમાં RTOની કામગીરી માટે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાત્રિના આશરે નવ વાગ્યે ટીંબડી પાટીયા નજીક ટ્રક કન્ટેનરને ચેક કરવા સાઈડમાં ઊભો રાખવાનો ઈશારો કરતાં ચાલકે ટ્રક ન રોકાવતા RTO ટીમે સરકારી વાહનમાં તેનો પીછો કર્યો હતો. જે બાદ ભરતનગર પટેલ સમાજ વાડી પાસે ટ્રક રજી.નં. જીજે-૩૯-ટી-૬૬૧૮ ને ઓવરટેક કરી ઊભો રખાવ્યા બાદ ચાલકને પૂછપરછ માટે નીચે ઉતરવાનું કહેતા તે લોખંડનો પાઈપ લઈને નીચે ઉતર્યો અને RTO અધિકારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.

ત્યારે સાથે હાજર ગાર્ડ રૈયાભાઈ અને કનુભાઈ વચ્ચે પડતાં ટ્રક ચાલકે રૈયાભાઈ સુસરાને લોખંડના પાઈપ વડે માથાના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. જેથી ઈજાગ્રસ્ત રૈયાભાઈને સમર્પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથામાં ટાંકા લેવામાં આવ્યા હતા. દરમિયાન ટ્રકચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં RTO અધિકારી અપૂર્વભાઈ પ્રજાપતિની ફરિયાદને આધારે પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૧(૧) તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!