Friday, September 25, 2026
HomeGujaratવાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરને ગાળો આપી થપાટ માર્યાની ફરિયાદ, બે શખ્સો સામે...

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરને ગાળો આપી થપાટ માર્યાની ફરિયાદ, બે શખ્સો સામે ગુનો દાખલ

હોસ્પિટલમાં સારવાર બાબતે બોલાચાલી બાદ ડોક્ટર પર હુમલો: સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર સાથે સારવાર મુદ્દે બોલાચાલી બાદ ગાળો આપી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ આરોપી અમીત સેજપાલ અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સે ડોક્ટરને ધમકી આપી હતી અને અમીત સેજપાલે ડોક્ટરને ગરદનના પાછળના ભાગે થપાટ મારી હતી. ત્યારે બનાવના સીસીટીવી ફૂટેજમાં હુમલાની ઘટના સ્પષ્ટ દેખાતી હોવાનું સામે આવ્યું છે. હાલ વાંકાનેર સીટી પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રુકાવટ, હુમલો અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મોહંમદ અબ્દુલરહીમ વકાલીયા ઉવ.૨૪ રહે. પલાસડી તા. વાંકાનેર વાળાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગઈ તા.૨૩/૦૯ના રોજ સાંજના સમયે એક દર્દીને તાવની સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં અગાઉના રિપોર્ટમાં દર્દી કેન્સરના પેશન્ટ હોવાનું જણાતા અને સ્થિતિ ગંભીર હોવાથી ડોક્ટરે એમ.ડી. મેડિસિન તબીબ પાસે સારવાર કરાવવાની જરૂરિયાત જણાવી રાજકોટ, મોરબી અથવા ખાનગી હોસ્પિટલમાં રીફર થવાની સલાહ આપી હતી. જે બાદ

રાત્રિના સાડા આઠ વાગ્યે આરોપી અમીત સેજપાલ, રહે.વાંકાનેર વાળો તથા તેની સાથેનો એક અજાણ્યો શખ્સ ડોક્ટર મોહંમદ અબ્દુલરહીમ પાસે પહોંચ્યા હતા અને ઉપરોક્ત દર્દીની સારવાર બાબતે ડોક્ટર સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ત્યારે વધારે વિવાદ ન થાય જેથી ડોક્ટર પોતાની કેબીન તરફ જતા હતા ત્યારે આરોપી અમીત સેજપાલે તેમના પર હુમલો કરી ગરદનના પાછળના ભાગે થપાટ મારી હતી. ત્યારે હોસ્પિટલનો સ્ટાફ વચ્ચે આવતા બંને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજમાં ડોક્ટર પર હુમલો થયાનું સ્પષ્ટ જોવા મળતા બનાવને લઈને ચકચાર મચી છે. આ મામલે પોલીસે આરોપી અમીત સેજપાલ અને તેની સાથેના અજાણ્યા શખ્સ વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૧, ૧૨૧(૧), ૩૫૧(૨), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!