Friday, September 25, 2026
HomeGujaratવાંકાનેરના પાડધરા ગામે અગાઉના મનદુઃખનો ખાર રાખી યુવક પર સાત શખ્સોનો હુમલો

વાંકાનેરના પાડધરા ગામે અગાઉના મનદુઃખનો ખાર રાખી યુવક પર સાત શખ્સોનો હુમલો

અગાઉ સમાધાન ન થવા બાબતે બોલાચાલી બાદ લાકડીઓથી મારામારી: ત્રણ લોકોને ઈજા.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના પાડધરા ગામે અગાઉના વાહન અકસ્માતના સમાધાન મુદ્દે મનદુઃખ રાખી યુવક સાથે મારામારી કરવામાં આવી હતી. ક્રેટા કારમાં આવેલા પાંચ શખ્સોએ લાકડીઓ વડે હુમલો કર્યા બાદ સ્કોર્પિયો કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ પણ મારામારી કરી હતી. ત્યારે બનાવમાં ફરિયાદી સહિત ત્રણ લોકોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના પાડધરા ગામે રહેતા કિશનભાઈ રઘુભાઈ બાવળીયા ઉવ.૩૦ ગત તા.૨૨/૦૯ના રોજ રોડ ઉપર આવેલ ઠાકર ટી સ્ટોલ ખાતે બેઠા હતા ત્યારે આરોપી જયેશભાઈ ગેલાભાઈ સરૈયા, હીરાભાઈ ગેલાભાઈ, માંડણભાઈ હરજીભાઈ, મનિષભાઈ હરજીભાઈ અને લાલભાઈ મસાભાઈ, તમામ રહે. જેતપરડા તા.વાંકાનેર વાળા ક્રેટા કાર રજી.નં. જીજે-૩૬-એજે-૬૨૧૨માં આવ્યા હતા. અને અગાઉના વાહન અકસ્માતના સમાધાન મુદ્દે મનદુઃખ રાખી ગાળો આપી બોલાચાલી કર્યા બાદ લાકડીઓ વડે ફરિયાદી કિશનભાઈ તથા વચ્ચે છોડાવવા પડેલા મિત્ર સનાભાઈ દેવશીભાઈ માલકીયા અને રાયધનભાઈ મેરુભાઈ સાથે મારામારી કરી હતી. આ દરમિયાન સ્કોર્પિયો કાર રજી.નં. ૪૬૪૭માં આવેલા બે અજાણ્યા શખ્સોએ પણ મારામારી કરી હતી. ત્યારે આ મારામારીના બનાવમાં ફરિયાદી સહિત ત્રણેયને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સમગ્ર બનાવ અંગે પાંચ નામજોગ અને બે અજાણ્યા આરોપી સહિત સાત વિરુદ્ધ પોલીસે બીએનએસની કલમ તથા જીપી એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!