મોરબી જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પૂજાબેન પંડ્યાના પિતાના અવસાન બાદ પૂજાબેન તથા તેમના બંને બહેનોએ પિતાની અંતિમવિધિ કરી પુત્રની ફરજ નિભાવી સમાજમાં દીકરીઓ પણ માતા-પિતાની જવાબદારી સમાન રીતે નિભાવી શકે તેવો સંદેશ આપ્યો હતો.
મોરબી જીલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી પૂજાબેન પંડ્યાના પિતા નવીનચંદ્ર લાભશંકર પંડ્યાનું અવસાન થયું હતું. નવીનચંદ્રભાઈને કોઈ પુત્ર ન હોવાથી તેમની પુત્રી પૂજાબેન તથા તેમના બંને બહેનો ધારાબેન અને નેહાબેને પિતાની અંતિમવિધિ કરી પુત્રની ફરજ પૂર્ણ કરી હતી. ત્રણેય દીકરીઓએ પિતાના અંતિમ સંસ્કારની જવાબદારી નિભાવી સમાજમાં દીકરી પણ માતા-પિતાની અંતિમવિધિ સહિતની જવાબદારીઓ નિભાવી શકે તેવો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.






