મોરબીના પીપળી ગામે ડેકોરગોલ્ડ આર્ટની લેબર કોલોનીમાં રહેતી ૧૯ વર્ષીય યુવતીનું કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના પીપળી ગામ નજીક જેતપર રોડ ઉપર ડેકોરગોલ્ડ આર્ટની લેબર કોલોનીમાં રહેતી ૧૯ વર્ષીય સુનીતાબેન ચેંનસિંગ મેઘવાલનું ગઈકાલ તા. ૨૭ સપ્ટેમ્બરની સાંજના અરસામાં લેબર કોલોનીમાં કોઈ કારણોસર મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં તેમના સંબંધી તેણીના મૃતદેહને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ ઉપર હાજર તબીબે પોલીસને જાણ કરી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે અ.મોત નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.






