Sunday, November 29, 2026
HomeGujaratમોરબીના પશુપાલકો માટે ૧૨ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકારની સહાય...

મોરબીના પશુપાલકો માટે ૧૨ દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સરકારની સહાય યોજના.

વ્યાજ સહાય, કેટલશેડ, પશુ વીમા અને સાધન-સામગ્રી સહિતના લાભો મળશે; પશુપાલકો અને સ્વ-સહાય જૂથો i-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે.

- Advertisement -
- Advertisement -

મોરબી: પશુપાલન વ્યવસાયને વેગ મળે અને પશુપાલકોની આવકમાં વધારો થાય તે હેતુથી રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા ‘સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાયની યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ બેંક ધિરાણ પર ૫ વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓ માટે ૭.૫%, મહિલા તથા અનુસૂચિત જાતિ અનુસૂચિત/જનજાતિના લાભાર્થીઓ માટે ૮.૫% તેમજ ગીર/કાંકરેજ ઓલાદ માટે મહત્તમ ૧૨% વ્યાજ સહાય મળવાપાત્ર છે.

ઉપરાંત કેટલશેડ બાંધકામ માટે મહત્તમ ₹૧.૫૦ લાખ (ગીર/કાંકરેજ માટે ₹૨.૨૫ લાખ), ૩ વર્ષના પશુ વીમા પ્રીમિયમ પર મહત્તમ ₹૪૩,૨૦૦ (ગીર/કાંકરેજ માટે ₹૫૧,૮૪૦) તેમજ ચાફકટર, ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન જેવા સાધનો માટે અનુક્રમે ૧૮,૦૦૦, ૯,૦૦૦ અને ૩૩,૭૫૦ (ગીર/કાંકરેજ માટે અનુક્રમે ૨૧,૬૦૦, ૧૦,૮૦૦ અને ૪૦,૫૦૦) ની સહાય મળવાપાત્ર છે.

મોરબી જીલ્લાના પશુપાલકો અને સ્વ-સહાય જૂથો આ યોજનાનો લાભ મેળવી શકે છે, જેમાં રિઝર્વ બેંક માન્ય બેંક/નાણાકીય સંસ્થામાંથી ધિરાણ મંજૂર હોવું તેમજ પોતાની માલિકીની, ભોગવટાની કે લીઝ પરની જમીન સહિતની શરતો પૂર્ણ થતી હોવી જરૂરી છે. બેંક ધિરાણ મંજૂર થયા બાદ લાભાર્થીઓએ રાજ્ય સરકારના i-Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે નજીકના સરકારી પશુ દવાખાના અથવા મોરબી જીલ્લા પંચાયતની નાયબ પશુપાલન નિયામકની કચેરીનો સંપર્ક સાધવા મોરબી નાયબ પશુપાલન નિયામકની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!