Sunday, November 29, 2026
HomeGujaratવાંકાનેરના વાલાસણ નજીક વાડીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો; અન્ય એક...

વાંકાનેરના વાલાસણ નજીક વાડીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો; અન્ય એક ફરાર

મોરબી જિલ્લામાં નશાના કારોબાર અને માદક પદાર્થોના વેચાણને અટકાવવા ચાલી રહેલા ‘SAY NO TO DRUGS’ મિશન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) મોરબીએ કાર્યવાહી કરીને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે અન્ય એક શખ્સને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

એન્ટી નાર્કોટિક્સ વિંગ ટીમને બાતમીના આધારે વાંકાનેર તાલુકાના વાલાસણથી કોટડા નાયાણી જવાના રસ્તે વાધાર સીમ વિસ્તારમાં અસ્તાપીર જવાના કાચા રસ્તે આવેલી નરેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ ઝાલાની વાડીના મકાનમાં રેઇડ કરવામાં આવી હતી, જે વાડી વાલાસણ (તા. વાંકાનેર, જિ. મોરબી)ના આદિલ ઉર્ફે સિકંદર આદમભાઇ દલપોત્રાએ વાવવા રાખી હતી.

રેઇડ દરમિયાન પોલીસે કિરીટભાઇ માધાભાઇ વરાણ/ખાંટ રાજપૂત (ઉં.વ. ૩૧, ધંધો: મજૂરી, રહે. અનીડા, તા. કોટડા સાંગાણી, જિ. રાજકોટ)ને ઝડપી લીધો હતો, જ્યારે આ કેસમાં નરેન્દ્રભાઇ પાંચાભાઇ રામોલિયા (રહે. અનીડાવાછરા, તા. કોટડા સાંગાણી, જિ. રાજકોટ, મો. ૮૮૬૬૨૬૬૮૭૫) નામનો આરોપી પકડવાનો બાકી છે. સ્થળ પરથી પોલીસે રૂ. ૬૦,૫૧૦ની કિંમતનો ૨૦.૧૭ ગ્રામ મેફેડ્રોન પાઉડર (માદક પદાર્થ) તથા રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો એક રેડમી નોટ ૧૩ પ્રો પ્લસ 5G મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૦,૫૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે એફએસએલ (FSL) અધિકારીએ પ્રાથમિક પરીક્ષણ કરી અભિપ્રાય આપ્યો હતો. ત્યારબાદ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૨(બી) અને ૨૯ મુજબની કાર્યવાહી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!