Monday, September 28, 2026
HomeGujaratમોરબી: શ્રધ્ધા પાર્કમાં ૨૫ વર્ષીય યુવકે ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી: શ્રધ્ધા પાર્કમાં ૨૫ વર્ષીય યુવકે ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં શ્રઘ્ધા પાર્કમાં રહેતા યુવકની માનસિક બીમારીની દવા ચાલુ હોય છતાં સારું નહિ થતા તેનું મનમાં લાગી આવતા યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગર સીતારામ એપાર્ટમેન્ટ પાછળ શ્રધ્ધાપાર્ક શેરી નં.૨ મકાન નંબર ૮૬ ડુંગરભાઇ રબારીના ભાડાના મકાનમાં રહેતા ૨૫ વર્ષીય વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમારને છેલ્લા છ મહિનાથી માનસિક બીમારી હોય અને તેની દવા અલગ અલગ હોસ્પિટલમાં ચાલુ હોય તેમ છતા તેને સારૂ થયેલ નહી જેથી માનસિક બીમારીના લીધે મનમા લાગી આવતા ગત તા.૨૬/૦૯ના રોજ રાત્રિના પોતાના રૂમમાં પોતાની જાતે છતમાં લગાવેલ હુક સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!