Monday, September 28, 2026
HomeGujaratમોરબીમાં આવતીકાલથી બે દિવસીય ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળો’ યોજાશે

મોરબીમાં આવતીકાલથી બે દિવસીય ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળો’ યોજાશે

વિદ્યાર્થીઓમાં વાંચન અભિરુચી કેળવવાના હેતુથી પુસ્તક મેળાનું આયોજન કરાયું.

- Advertisement -
- Advertisement -

મોરબી: સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબી અને શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ માંડવી-કચ્છના સંયુક્ત આયોજનથી મોરબીમાં આવતીકાલ ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર એમ બે દિવસ પુસ્તક મેળો યોજાશે.

મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરીની પ્રેરણાથી સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબી અને શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ, માંડવી-કચ્છ દ્વારા મોરબીમાં ‘જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં વાંચન અભિરુચી કેળવાય અને તેઓ મનગમતા પુસ્તકો ખરીદી વાંચન તરફ પ્રેરાય તે હેતુથી આ પુસ્તક મેળો યોજાશે. મેળામાં શૈક્ષણિક, બાળસાહિત્ય, પ્રેરણાદાયી, મેનેજમેન્ટ, ધાર્મિક, આરોગ્ય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સહિત વિવિધ પ્રકારનાં પુસ્તકો ઉપલબ્ધ રહેશે, જેમાં ૪૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પુસ્તક મેળાનો ઉદ્ઘાટન સમારોહ આવતીકાલ તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે રવાપર ચોકડી નજીક કેપિટલ માર્કેટ પાસે આવેલા ઉમા હોલ ખાતે યોજાશે.

સમારોહમાં કલેક્ટર સ્વપ્નિલ ખરે, જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જકલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા અને પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી નમ્રતા મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ પુસ્તક મેળો તા. ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર એમ બે દિવસ સવારે ૧૦થી સાંજે ૮ વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આયોજકો દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને પુસ્તકપ્રેમીઓને પુસ્તક મેળાની મુલાકાત લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!