હળવદના નવા માલણીયાદ ગામની સીમમાં વાડી નજીક આવેલી નર્મદા કેનાલમાં કપડાં ધોવા અને ન્હાવા ગયેલી ખેત શ્રમિક મહિલાનો અકસ્માતે પગ લપસી જતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમમાં થોભણભાઈ દેવકરણભાઈ કોળીની વાડી નજીક આવેલી નર્મદા કેનાલમાં કપડાં ધોવા તથા ન્હાવા ગયેલા નરીબેન વટીયાભાઈ ભયડીયા ઉવ.૩૫ મૂળરહે. અલીરાજપુર મધ્યપ્રદેશ વાળાનો અકસ્માતે પગ લપસી જતાં કેનાલમાં પડી ગયા હતા. જેથી કેનાલના પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






