Sunday, October 4, 2026
HomeGujaratહળવદ: રણજીતગઢની વાડીએ ઝેરી જીવજંતુ કરડતાં ૫ વર્ષીય બાળકીનું મોત

હળવદ: રણજીતગઢની વાડીએ ઝેરી જીવજંતુ કરડતાં ૫ વર્ષીય બાળકીનું મોત

હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં વાડીમાં સુતેલી ૫ વર્ષીય બાળકીને પગના પોચા પાસે ઝેરી જીવજંતુ કરડી જતા તબિયત લથડી હતી. હળવદ બાદ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.

- Advertisement -
- Advertisement -

હળવદના રણજીતગઢ ગામની સીમમાં કાંતીભાઈ લાલજીભાઈની વાડીએ ગઈકાલ તા. ૩ ઓક્ટોબરની રાત્રે વનકરભાઈ મકનાભાઈ વાસ્કેલ મુળ રહે.જલસંધી ગામ તા.ભારવા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) વાળાની ૫ વર્ષીય પુત્રી રોશનીબેન સુતી હતી ત્યારે ડાબા પગના પોચા પાસે કોઈ ઝેરી જીવજંતુ કરડી ગયું હતું.જેથી તેઓને ૧૦૮ મારફતે હળવદ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબે તપાસ બાદ તેને મરણ ગયાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!