મોરબીના રવાપર નદી ગામની સીમમાં આવેલ હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના લેબર ક્વાર્ટરમાં રહેતા ૧૯ વર્ષીય શ્રમિક અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજતા તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી તાલુકાના રવાપર નદી ગામની સીમમાં આવેલી હોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની લેબર કોલોનીમાં રહેતા છાયમભાઈ અબ્દુલરહેમાન બીસ્તી ઉવ.૧૯એ પોતાના રૂમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ જેતપર ઓપીના ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ નંદરામભાઈ મેસવાણીયાને સોંપવામાં આવી છે.






