Tuesday, October 6, 2026
HomeGujaratહળવદના સુંદરગઢની સીમમાં બાવળની કાંટમાંથી ૧૦૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો

હળવદના સુંદરગઢની સીમમાં બાવળની કાંટમાંથી ૧૦૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા રહે.સુંદરગઢ તા.હળવદ વાળો બ્રાહ્મણી ડેમના કાંઠે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે. જેથી મળેલી બાતમીના આધારે સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી ડેમ-૨ના પશ્ચિમ કાંઠે બાવળની કાંટમાં દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ દરમિયાન જમીનમાં દાટેલા ૫૦૦ લીટર ક્ષમતાના બે પ્લાસ્ટિકના ટાંકામાંથી કુલ ૧૦૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૨૫,૦૦૦/- મળી આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપી અશ્વિન ઉર્ફે ભોપો ચંદુભાઈ ખાંભડીયા સ્થળ ઉપર હાજર ન મળતા તેની સામે પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!