Friday, October 9, 2026
HomeGujaratમોરબીની નવજીવન ગર્લ્સ હોસ્ટેલમાં બેડ પરથી પડી ગયેલ ૯ વર્ષીય બાળકીનું મોત

મોરબીની નવજીવન ગર્લ્સ હોસ્ટેલમાં બેડ પરથી પડી ગયેલ ૯ વર્ષીય બાળકીનું મોત

મોરબીમાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકીએ દમ તોડ્યો, પોલીસ તપાસ શરૂ.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી નવજીવન સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બેડ પર બેઠેલી ૯ વર્ષીય બાળકી નીચે પડી જતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલી નવજીવન સ્કૂલની ગર્લ્સ હોસ્ટેલમાં બેડ પરથી પડી જતાં ૯ વર્ષીય રાજલબેન રાજાભાઈ ઝાંપડિયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૂળ ખીટલા ગામ તા.સાયલ જી.સુરેન્દ્રનગરનની આ બાળકીને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ત્યારે મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!