Saturday, October 10, 2026
HomeGujaratમાળીયામાં એસટી બસની હડફેટે બુલેટ સવાર કાકા-ભત્રીજો ઘાયલ

માળીયામાં એસટી બસની હડફેટે બુલેટ સવાર કાકા-ભત્રીજો ઘાયલ

ત્રણ રસ્તા નજીક અકસ્માતમાં બુલેટચાલક ઈમરાનને પગમાં ફ્રેક્ચર, મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર ચાલુ.

- Advertisement -
- Advertisement -

માળીયા(મી)માં ત્રણ રસ્તા નજીક સર્વિસ રોડ પર એસટી બસ અને બુલેટ વચ્ચે અકસ્માતમાં કાકા-ભત્રીજો ઘાયલ થયા હતા. બુલેટ પાછળ બેઠેલા કાકાને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બુલેટચાલક ભત્રીજાને પગે ફ્રેક્ચર જેવી ઈજા થતા મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના બનાવ મામલે એસટી બસચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી)માં ભોડી વાંઢમાં રહેતા હુશેનભાઈ કરીમભાઈ નોતીયાર ઉવ.૨૨ ગત તા.૭ ઓક્ટોબરે પોતાના કુટુંબીક ભત્રીજા ઈમરાન નુરાલી નોતીયાર સાથે બુલેટ રજી.નં. જીજે-૨૭-સીઆર-૪૪૩૧ ઉપર માળીયા-મોરબી હાઈવે પર આવેલી ચાની કેબિને ગયા હતા. જ્યાં ચા-પાણી પી લીધા બાદ બંને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે માળીયા ત્રણ રસ્તા નજીક સર્વિસ રોડ પર સામેથી આવતી એસટી બસ નં. જીજે-૧૮-ઝેડટી-૪૦૪૮ એ બુલેટને ટક્કર મારી હતી. જેથી બંને રસ્તા પર ફંગોળાઈ ગયા હતા.

અકસ્મતમાં ફરિયાદી હુશેનભાઈને દાઢી અને ખંભા પર સામાન્ય છોલછાલ થઈ હતી, જ્યારે ઈમરાનને ડાબા પગના સાથળ અને જમણા પગના પંજામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી. ત્યારે બંનેને ૧૦૮ મારફતે માળીયા સરકારી હોસ્પિટલ બાદ ઈમરાનને વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ ઇજાગ્રસ્ત હુશેન કરીમભાઈ નોતીયારની ફરિયાદને આધારે માળીયા પોલીસે એસટી બસ ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!