હળવદના ઘણાદ ગામે ઓનલાઈન ગેમમાં પૈસા હારી જતાં દેવું થઈ જવાના કારણે ૩૧ વર્ષીય યુવકે ઝેરી દવા પી લીધી હતી. ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
હળવદ તાલુકાના ઘણાદ ગામે રહેતા ધનશ્યામભાઈ નાનજીભાઈ સોલંકી ઉવ.૩૧ ઓનલાઈન ગેમમાં પૈસા હારી જતાં દેવું થઈ ગયું હોવાના કારણે તેમણે ઝેરી દવા પી લીધી હતી. જેથી પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






