Sunday, October 11, 2026
HomeGujaratમોરબીમાં ૧૨ ઓક્ટોબરે સામાકાંઠે પાણી વિતરણ બંધ રહેશે

મોરબીમાં ૧૨ ઓક્ટોબરે સામાકાંઠે પાણી વિતરણ બંધ રહેશે

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજની કામગીરીને કારણે પાણીની લાઈનનું શિફ્ટિંગ કરાશે, કેશરબાગ હેડવર્ક્સથી એક દિવસ પાણી વિતરણ બંધ રહેશે.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની વોટર શાખા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે બ્રિજના પિલર બનાવવાની કામગીરીમાં પાણીની લાઈન નડતરરૂપ બનતી હોવાથી આ લાઈનનું શિફ્ટિંગ કરવું જરૂરી બન્યું છે. આથી, તા. ૧૨/૧૦/૨૦૨૬ના રોજ પાણીની લાઈન શિફ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના કારણે સામાકાંઠા વિસ્તારમાં કેશરબાગ હેડવર્ક્સથી થતું પાણી વિતરણ એક દિવસ માટે બંધ રહેશે. મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને આ બાબતની નોંધ લેવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!