માળીયા(મી)ના જાજાસર ગામે ખેતમજૂરી કરતા પરિવારની ૧૯ વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેણીનું મોત નીપજ્યું હતુ.
માળીયા મિયાણા તાલુકાના જાજાસર ગામની સીમમાં હસમુખભાઈ ગોગરાના ખેતરના શેઢે આવેલા બાવળના ઝાડ સાથે આશાબેન ખુમસીંગ મછાર ઉવ.૧૯ મૂળરહે. શિંગોડિયા તા.રાજગઢ જી. ધાર મધ્યપ્રદેશ વાળાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં તેમનું મોત નીપજ્યું હતું. મૃત્યુના બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






