Sunday, October 11, 2026
HomeGujaratમોરબીમાં મયુર હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

મોરબીમાં મયુર હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

એઈમ્સ-રાજકોટના ૪૫થી વધુ નિષ્ણાત તબીબોની ટીમે આપી સેવાઓ: હજારો નાગરિકોએ આરોગ્ય તપાસ, નિદાન અને સારવારનો લાભ લીધો.

- Advertisement -
- Advertisement -

મોરબી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવાકાર્યની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મયુર હોસ્પિટલ ખાતે જીલ્લાકક્ષાના નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ એઈમ્સ અને મોરબી જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં ૪૫થી વધુ નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફે હજારો નાગરિકોને આરોગ્ય તપાસ, રોગ નિદાન, જરૂરી દવાઓ અને તબીબી સલાહ-સારવારની સેવાઓ પૂરી પાડી હતી.

મોરબીની મયુર હોસ્પિટલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જીલ્લાકક્ષાના નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ એઈમ્સના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ રાજકોટ એઈમ્સ અને મોરબી જીલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં મોરબી શહેર અને જીલ્લાના હજારો નાગરિકોએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં રાજકોટ એઈમ્સના વિવિધ રોગોના ૪૫થી વધુ નિષ્ણાત તબીબો અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા નાગરિકોની આરોગ્ય તપાસ, રોગોનું નિદાન, જરૂરી દવાઓનું વિતરણ તેમજ તબીબી સલાહ અને સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો હતો.

આ પ્રસંગે રાજકોટ એઈમ્સના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, એઈમ્સ દેશની અગ્રણી આરોગ્ય સંસ્થાઓમાંની એક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં આશરે ૨૫ એઈમ્સ કાર્યરત થઈ છે, જેમાં રાજકોટ એઈમ્સ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વધુમાં જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી ઉત્તમ અને નિઃશુલ્ક તબીબી સેવાઓ તથા દવાઓ સરળતાથી પહોંચે તેવા હેતુથી આવા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ લોકોને ઘરઆંગણે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે આવા કેમ્પ યોજવામાં આવશે. સાથે જ તેમણે કેમ્પને સફળ બનાવવા બદલ મોરબી જીલ્લા વહીવટી તંત્ર, એઈમ્સની તબીબી ટીમ અને સહયોગી સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે એઈમ્સના વરિષ્ઠ અધિકારી સી.એન. દોરાઈરાજને જણાવ્યું હતું કે, અગાઉ સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને ગંભીર બીમારીઓની સારવાર માટે અમદાવાદ કે વડોદરા સુધી જવું પડતું હતું. જોકે, કેન્દ્ર સરકારના પ્રયાસોથી કરોડોના ખર્ચે નિર્માણ પામેલી રાજકોટ એઈમ્સના કારણે હવે આધુનિક આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ બની છે. એઈમ્સ ખાતે કેન્સરનું નિદાન અને સારવાર સહિતની અત્યાધુનિક તબીબી સુવિધાઓ પણ કાર્યરત છે. તેમણે નાગરિકોને નિઃશુલ્ક સારવારની સુવિધાઓનો લાભ લેવા માટે આયુષ્માન કાર્ડ કઢાવી લેવા અનુરોધ કર્યો હતો.

આ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ દરમિયાન મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, વાંકાનેરના મહારાણી સાહેબ, જીલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, જીલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, મહાનગરપાલિકા કમિશનર સંગીતા રૈયાણી, જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, મયુર હોસ્પિટલના સંચાલક મનહરસિંહ જાડેજા અને મહંત દામજી ભગત સહિતના મહાનુભાવો, વહીવટી તંત્રના અધિકારીઓ, એઈમ્સના તબીબો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!