Monday, October 12, 2026
HomeGujaratહળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ પોલીસ એલર્ટ, શહેરમાં ચાંપતો બંદોબસ્ત

હળવદમાં બે જૂથો વચ્ચે અથડામણ બાદ પોલીસ એલર્ટ, શહેરમાં ચાંપતો બંદોબસ્ત

કાર અને બાઇક સામસામે આવી જતાં બોલાચાલી ઉગ્ર બની: ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત, નવરાત્રિમાં અફવાઓથી દૂર રહેવા પોલીસની અપીલ.

- Advertisement -
- Advertisement -

હળવદના લક્ષ્મીનારાયણ ચોક વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચેના અકસ્માતની બાબતે બે સમુદાયના જૂથો વચ્ચે માથાકૂટ બાદ અથડામણ થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ડીવાયએસપી સમીર સારડાની આગેવાનીમાં એલસીબી અને હળવદ પોલીસનો કાફલો સક્રિય બન્યો છે. શહેરમાં સતત પેટ્રોલિંગ અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

હળવદમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરના લક્ષ્મીનારાયણ ચોક વિસ્તારમાં ગલીમાં કાર અને બાઇક સામસામે આવી જતાં શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ બે સમુદાયના જૂથો વચ્ચે અથડામણ થતાં ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ વધુ લોકો હળવદ તરફ આવી રહ્યા હોવાની માહિતીને પગલે વાંકાનેર વિભાગના ડીવાયએસપી સમીર સારડા, એલસીબી અને હળવદ પોલીસનો કાફલો સક્રિય થયો હતો. શહેરમાં મોડી રાત સુધી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ડીવાયએસપી સમીર સારડાએ નાગરિકોને નવરાત્રિ દરમિયાન અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. નાગરિકો નિર્ભય બની શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રિની ઉજવણી કરી શકે તે માટે પોલીસ તંત્ર સતર્ક હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!