Wednesday, October 14, 2026
HomeGujaratમોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવાની માંગ સાથે પોસ્ટરો લગાવાયા

મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવાની માંગ સાથે પોસ્ટરો લગાવાયા

વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતનાં હિન્દુ સંગઠનોની રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં નારાજગી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકા કચેરી ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં ગેરકાયદે કતલખાનાં બંધ કરાવવાની માંગ સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. નવ વર્ષથી રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કરી હિન્દુ સંગઠનોએ સરકારી તંત્રને જવાબદારી નિભાવવા ચેતવણી આપી છે.

મોરબીમાં આજરોજ તા.૧૪ ઓક્ટોબરે મહાનગરપાલિકા કચેરી ગાંધી ચોક તથા આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે કતલખાનાં બંધ કરાવવાની માંગ સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતનાં વિવિધ હિન્દુ સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે મોરબી મહાનગરપાલિકાની હદમાં જાહેર રસ્તાઓ, ધાર્મિક સ્થળો અને રહેણાક વિસ્તારોમાં ગેરકાયદે કતલખાનાં તેમજ ચિકન, મટન અને ઈંડાંની લારીઓ ચાલી રહી છે. આ પ્રવૃત્તિઓથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે.

સંગઠનોના જણાવ્યા મુજબ, છેલ્લા નવ વર્ષથી આ મુદ્દે મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે. મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ તથા મેયર દ્વારા કતલખાનાં બંધ કરાવવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આ મામલે રાજકીય આગેવાનો અને સંબંધિત અધિકારીઓ સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી છતા બધુ જેમનું તેમ ચાલી રહ્યું છે. આ સાથે સંગઠનોએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે કોઈ ઘર્ષણ કે અશાંતિ સર્જાશે તો તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે. સાથે જ, હવે શિવાજી મહારાજના વિચારો મુજબ આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ઉપરોક્ત રજૂઆતમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, શિંદે સાહેબના નેતૃત્વ હેઠળની શિવસેના, જય મહાકાલ ગ્રુપ, હિન્દુ રક્ષા દળ અને અખિલ વિશ્વ ગૌશાળા પરિષદ સહિતનાં સંગઠનો જોડાયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!