Wednesday, October 14, 2026
HomeGujaratવાંકાનેરમાં સહયોગ બેંકના કમ્પાઉન્ડમાંથી કર્મચારીના બાઇકની ચોરી

વાંકાનેરમાં સહયોગ બેંકના કમ્પાઉન્ડમાંથી કર્મચારીના બાઇકની ચોરી

વાંકાનેરમાં ગુલશનપાર્ક સોસાયટીમાં આવેલ સહયોગ બેંકમાં નોકરી કરતા કર્મચારીનું બેંકના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલું સ્પ્લેન્ડર પ્લસ બાઇક અજાણ્યો વાહન ચોર ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના અબ્દુલભાઈ અમીભાઈ આંબલીયા ઉવ.૫૯નું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ જીજે-૦૩-ડીસી-૮૧૪૩ તેમનો પુત્ર ઇનાયતભાઈ ગત તા.૦૯ ઓક્ટોબરના રોજ ગુલશનપાર્ક સોસાયટીમાં આવેલ સહયોગ બેંક ખાતે લઈ ગયા હતા. ત્યારે ઇનાયતભાઈએ બેંકના કમ્પાઉન્ડમાં બાઇક પાર્ક કર્યા બાદ થોડા સમય પછી બહાર આવતાં બાઇક જોવા મળ્યું ન હતું. જેથી આસપાસ તપાસ કરવા છતાં બાઇક ન મળતા પરિવારજનો દ્વારા શોધખોળ કર્યા બાદ પણ બાઇકનો પત્તો ન લાગતા અબ્દુલભાઈએ વાંકાનેર પોલીસ મથકમાં બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!