મોરબી જીલ્લાના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને આવાસ યોજનાનો લાભ લેવા અપીલ.
મોરબી: ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા, રાજયના સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો બનાવવા માટે ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે.જેમાં કોઇ આવક મર્યાદા લાગુ પડશે નહી.
આ યોજના હેઠળ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને રહેણાંકના પાકા મકાનો બનાવવા માટે વ્યકિતગત રૂ. ૧,૭૦,૦૦૦/- ની સહાય ૦૪ હપ્તામાં ચુકવવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને https://eSamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
મોરબી જીલ્લાના તમામ સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને નોંધ લેવા અને વધુ માહિતી માટે જીલ્લા સેવા સદન, સો ઓરડી, ઓફિસ ન- ૪૬,૪૭ નો સંપર્ક કરવા ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના મેનેજર અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકની યાદીમાં જણાવાયું છે.






