Thursday, October 15, 2026
HomeGujaratમોરબી-રાજકોટ હાઇવે પર મોપેડની ડેકીમાંથી દારૂની ૫૪ બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

મોરબી-રાજકોટ હાઇવે પર મોપેડની ડેકીમાંથી દારૂની ૫૪ બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે શકત શનાળા નજીક રાજકોટ હાઇવે પર જે.કે. વુડન કારખાના નજીક દરોડો પડ્યો હતો જ્યાં મોપેડમાંથી વિદેશી દારૂના ૫૪ ચપલા મળી આવ્યા હતા. રેઇડ દરમિયાન બુટલેગર દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા હાજર નહિ મળી આવર, પોલીસે મૂએક્સ અને દારૂ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસને બાતમી મળી કે, શકત શનાળાના નિતીનનગરમાં રહેતા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા રાજકોટ હાઇવે પર જે.કે. વુડન કારખાના સામે લીમડા નીચે જયુપીટર મોપેડ રજી.નં. જીજે-૩૬-એક્યુ-૭૬૩૪માં વિદેશી દારૂ રાખી તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉલરોકટ સ્થળે તપાસ કરવામાં આવી હતી. જ્યાં પાર્ક કરેલા ટીવીએસ જુપિટર મોપેડની ડેકીમાંથી રોયલ ચેલેન્જ ફાઇન વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૫૪ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂ.૬,૪૮૦/-ની કિંમતનો દારૂ અને રૂ.૫૦,૦૦૦/-નું મોપેડ મળી કુલ રૂ.૫૬,૪૮૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા હાજર નહિ મળી આવતા પોલીસે તેની સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!